De Aller-Bedste Bøger - over 12 mio. danske og engelske bøger
Levering: 1 - 2 hverdage

Bøger af Grishma Pandya

Filter
Filter
Sorter efterSorter Populære
  • af Grishma Pandya
    413,95 kr.

    મારા પ્રિય વાચક મિત્રો, નમસ્કાર!હું ગ્રીષ્મા પંડ્યા,આપ સર્વેએ મારી અનુભૂતિ, અવિરત કૃતિઓનો રસાસ્વાદ માણ્યો જ છે. આપે આપેલા બોહળા પ્રતિસાદને લીધે હવે આપ સર્વ સમક્ષ અચાનક, કે જે મારી નવલિકા છે તે રજૂ કરવા જઈ રહી છું તેથી મને ગર્વની લાગણી થાય છે. પ્રથમથી જ આપ સૌનો આભાર પ્રગટ કરી લઉં છું. હવે થોડું 'અચાનક' વિશે જોઈએ. મારી આ રચના એક નવલિકા સ્વરૂપે છે. ખૂબ ઓછા પાત્રોની આસપાસ મારી આ વાર્તા વીંટળાયેલી રહે છે. આ કાલ્પનિક વાર્તાની કથાવસ્તુમાં, વાર્તાની મુખ્ય નાયિકા લોપા પોતાની આસપાસ ગોઠવાયેલા સંબંધો કેવી રીતે જાળવે છે, સાચવે છે, કદી કળથી ને કદી બળથી અચાનક આવી પડેલી મુશ્કેલીઓનો તે કેવી રીતે સામનો કરે છે અને પોતાના જીવનમાં આવેલી મુશ્કેલી હોવા છતાં સ્વજનોનો સાથ, સહકાર, પ્રેમ, લાગણી એ કેવી રીતે પામે છે? ક્યારેક રોષ તો ક્યારેક દોષ, ક્યારેક લાગણી અને માગણીમાં અટવાતી લોપા આખરે પોતાનું જીવન સામાન્ય બનાવી શકશે? પોતાની અંતરંગ સખી રાવી શું તેને મદદ કરી શકશે? બંને સખીઓના લાગતા ભિન્ન જીવન શું એકબીજા સાથે જ વણાયા છે? બંને સખીઓ વિભિન્ન રીતે પોતપોતાના જીવનનો ખાલીપો દૂર કરી શકશે? આ સઘળું જ 'અચાનક'ના વાંચન પછી આપ સર્વે મિત્રોને જાણવા મળશે. આ વાંચ્યા પછી હર હંમેશની જેમ આપના તરફથી મળતા અભિપ્રાય અને પ્રતિભાવ તો આવકાર્ય છે જ. અસ્તુ! મારી નવલિકા નું નામ અચાનક શા માટે?અચાનક આવી પડેલા ઝંઝાવાતમાંથી પસાર થવું. અચાનક ફૂટેલી હૈયાની લાગણીઓથી સહજ રહેવું . અચાનક તૂટેલા સપનાઓને ફરીથી જોડવાના પ્રયાસમાં રહેવું. અચાનક ધોમ ધગતા તાપમા કોઈનો શીતળ છાંયડો બનવું. અચાનક સુરજથી અંજાયેલી આંખને શાતા આપતો પૂનમનો ચાંદલિયો બનવુ. અચાનક વિટંબણાથી વીંટળાયેલી જિંદગીને શાંત અને સરળ બનાવવી.

  • af Grishma Pandya
    203,95 kr.

    'અંતરનો નાદ - સ્વની ખોજ' કાવ્યસંગ્રહની રચના ગ્રીષ્મા પંડ્યા દ્વારા કરવામાં આવી છે. આ કાવ્યસંગ્રહમાં કવયિત્રી ક્યારેક તેમના મનને વાચા આપે છે, તો ક્યારેક ઉંચેરા પહાડને અને ગગનને વાચા આપીને તેમણે શ્રેષ્ઠ કાવ્યોનું સર્જન કર્યું છે.